Get News Alerts

Never miss breaking news updates.

કપરાડાના ધારાસભ્યની ચેકડેમ-વિયરના વિકાસકાર્યોની મુલાકાત, કહ્યું - ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે

Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Admin
AdminUpdated on: 28 May 2026 09:18 PM IST
કપરાડાના ધારાસભ્યની ચેકડેમ-વિયરના વિકાસકાર્યોની મુલાકાત, કહ્યું - ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશેકપરાડાના ધારાસભ્યની ચેકડેમ-વિયરના વિકાસકાર્યોની મુલાકાત, કહ્યું - ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે

Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

હાલમાં અંદાજિત 28થી 30 જેટલા મોટા ચેકડેમો અને વિયરોના કામો પ્રગતિ હેઠળ છે. વરસાદી મોસમ પહેલાં તમામ કામો પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામો પૂર્ણ થતાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ શક્ય બનશે, જેના પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને વિસ્તારના કૂવો, બોરીંગ તેમજ અન્ય જળસ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધિ વધશે.

શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ પાણી ઉપલબ્ધ રહેતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકશે. ચેકડેમ અને વિયર જેવા જળસંચયના પ્રોજેક્ટો માત્ર પાણી સંગ્રહ પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગ્રામ વિકાસ, કૃષિ વિકાસ અને આદિવાસી વિસ્તારના લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ધારાસભ્યએ સ્થળ પર અધિકારીઓને ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત સ્થળ મુલાકાતો અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.