
Sundhiya Health Centre : ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ખાતે ₹6.4 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

BRC ભવનના રિસોર્સ રૂમ ખાતે બાલવાટિકાથી ધોરણ 12ના 60થી વધુ દિવ્યાંગ બાળકો માટે આ મહોત્સવ યોજાયો હતો, જેમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Shivraj Singh Chouhan Vadnagar Statement: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડનગરની પવિત્ર ભૂમિના દર્શન કર્યા બાદ...

Vadnagar Varanasi Bike Seva Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘વડનગરથી...

Vadnagar Damru Yatra: ઐતિહાસિક નગરી વડનગરમાં ભક્તિ, સંસ્કૃતિ અને વિરાસતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો શર્મિષ્ઠા તળાવના કિનારેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય ‘ડમરુ યાત્રા’નું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વડનગર શ્રવણોત્સવ'નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ યાત્રા'ને પણ પ્રસ્થાન કરાવશે. વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108...

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલતા વિવાદમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર જાહેર કરી તેમને હટાવવાનો આદેશ આપતાં મંદિરનો વહીવટ હવે ચેરિટી કમિશનર કચેરીના હસ્તક આવ્યો છે. મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ મંદિરનો ચાર્જ સંભાળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.