Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Vadnagar News : વડનગર BRC ખાતે દિવ્યાંગ બાળકો માટે અનોખો પ્રયોગ, દિવ્યાંગ બાળકો માટે દવા કરતા સંગીત વધુ અસરકારક

BRC ભવનના રિસોર્સ રૂમ ખાતે બાલવાટિકાથી ધોરણ 12ના 60થી વધુ દિવ્યાંગ બાળકો માટે આ મહોત્સવ યોજાયો હતો, જેમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 04:35 PM IST
1 / 5
Gallery Image 1

આ પ્રસંગે વડનગર આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના ડૉ. રાજેશકુમાર પરમારે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, "દિવ્યાંગ બાળકો માટે દવા કરતા પણ સંગીત વધુ અસરકારક છે. ગરબાના લય, તાલ અને ઢોલના અવાજથી બાળકના મગજના ન્યુરોન્સ વધુ સક્રિય બને છે. સંગીતથી તેમનામાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણ વધે છે."

2 / 5
Gallery Image 2

"જ્યારે દિવ્યાંગ બાળક સમૂહમાં ગરબા રમે છે ત્યારે તેનામાં રહેલી લઘુતાગ્રંથિ અને એકલતાની ભાવના દૂર થાય છે. સંગીત તેની ભાવનાત્મક અને શારીરિક ક્ષમતાને જોડવાનું કામ કરે છે. આવા ઉત્સવો જ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનું સાચું માધ્યમ છે."

3 / 5
Gallery Image 3

BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં મનોવિજ્ઞાનના નિષ્ણાત ડૉ. રાજેશ પરમારે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, "સંગીત એ સૌથી અસરકારક થેરાપી છે." સાથેજ વડનગર કોલેજમાં વર્ષ 2020થી ચાલતા કાઉન્સેલિંગ સેન્ટરનો પણ લાભ લેવા અપીલ કરી હતી.

4 / 5
Gallery Image 4

આ પ્રસંગે ડૉ. પ્રિયંકા સોની પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વાલીઓને આ સ્પેશિયલ બાળકોને વધુ પ્રેમ કરવા તથા સરકારી સહાય યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

5 / 5
Gallery Image 5

આરતી બાદ બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથે ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વ્હીલચેરમાં બેઠેલા બાળકોએ પણ તાળીઓ પાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ BRC કો-ઓર્ડિનેટર ગીતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ IED સ્પેશિયલ એજ્યુકેટર પટેલ નરેન્દ્રકુમાર, રાઠોડ જયેન્દ્રસિંહ, ચૌધરી રિપલબેન તથા IEDSS ના રાવળ જ્યોત્સનાબેન અને ભાટિયા શ્વેતાંગભાઈ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.