Vadnagarની પવિત્ર ભૂમિ પર શિવરાજસિંહ ચૌહાણ: ‘PM મોદી ભારત માટે ભગવાનનું શ્રેષ્ઠ વરદાન’



Shivraj Singh Chouhan Vadnagar Statement
Vadnagarની પવિત્ર ભૂમિ પર શિવરાજસિંહ ચૌહાણ: ‘PM મોદી ભારત માટે ભગવાનનું શ્રેષ્ઠ વરદાન’



Shivraj Singh Chouhan Vadnagar Statement
Shivraj Singh Chouhan Vadnagar Statement: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડનગરની પવિત્ર ભૂમિના દર્શન કર્યા બાદ તેમણે કહ્યું કે, જે ભૂમિ પર નરેન્દ્ર મોદી જેવા મહાપુરુષનો જન્મ થયો છે તે ભૂમિ ખરેખર ધન્ય છે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, PM મોદી ભારત માટે ભગવાનનું શ્રેષ્ઠ વરદાન છે. દેશવાસીઓએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ સંકલ્પને સાકાર કરવા સૌએ સમર્પિત ભાવથી કાર્ય કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લેવાનો સમય છે. દેશના લોકોના પરિશ્રમ અને સામૂહિક પ્રયાસોથી ભારતને વિકસિત બનાવીને જ રહીશું.
દિલ્હીમાં કોંગ્રેસના ધરણા પર આકરા પ્રહાર
દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણા અંગે પણ શિવરાજસિંહ ચૌહાણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે વિપક્ષ દેશને બદલે પરિવારને પ્રથમ સ્થાન આપે છે. શિવરાજસિંહે કહ્યું કે સત્તા ગુમાવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ પરેશાન છે. નરેન્દ્ર મોદી મેદાનમાં કરોડો લોકોના સમર્થનથી મજબૂત છે અને તેઓ દેશની જનતાના દિલ પર રાજ કરે છે. મેદાનમાં હરાવી ન શકાતા હવે અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે રાજકારણને તમાશો બનાવીને લોકતંત્રને કલંકિત કરવામાં આવ્યું છે. દેશની જનતા સંવિધાનનું અપમાન કરનારાઓને ક્યારેય માફ નહીં કરે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





