
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) વર્ષ 2027-28 સુધી દેશમાં પોલિમર કરન્સી નોટો ચલણમાં લાવવાની દિશામાં કામ કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે હાલ ₹10 અને ₹20ની પોલિમર નોટોનું ફીલ્ડ ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેના પરિણામોના આધારે મોટા પાયે અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન ગવર્નરે જણાવ્યું...

દેશભરના કરોડો લોનધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણયથી હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોનની EMIમાં હાલ કોઈ વધારો નહીં થાય, જેના કારણે ગ્રાહકોને આર્થિક રાહત મળશે.

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) 3થી 5 જૂન દરમિયાન યોજાનારી તેની ત્રણ દિવસીય બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરે તેવી શક્યતા છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને તેની મોંઘવારી તથા આર્થિક વૃદ્ધિ પર થતી અસરને કારણે આરબીઆઈ સાવચેત વલણ જાળવી શકે છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં ટૂંક સમયમાં ‘પોલિમર નોટો’ એટલે કે પ્લાસ્ટિક નોટો રજૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ તૈયારી કરી રહી છે. આ નવી નોટો વધુ મજબૂત, પાણીપ્રૂફ અને લાંબા સમય સુધી ટકાઉ રહેશે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, RBI આ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

RBI cancels Paytm Payments Bank licence: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફિનટેક દિગ્ગજ Paytm ને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપ્યો છે. RBI એ કડક પગલું ભરતા, Paytm પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે. RBIના આ નિર્ણય બાદ, Paytm પેમેન્ટ્સ બેંક હવે બેંકિંગ સેવાઓ પૂરી પાડી શકશે નહીં. નિયમનકારી ધોરણોના...

Paytm: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે Paytm પેમેન્ટ્સ બેંકને આપવામાં આવેલું બેંકિંગ લાઇસન્સ રદ કરી દીધું છે. એક નિવેદનમાં, RBIએ કહ્યું કે, લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. કારણ કે, બેંકના કાર્યો એવી રીતે ચલાવવામાં આવી રહ્યા હતા, જે બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનિકારક હતા.