
Junagadh: જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણને લઈને કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિરના મુખ્ય દ્વારના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરને રૂ.1.51 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં કામ પૂર્ણ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Swaminarayan Gurukul: ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીને બ્લેકમેલ કરીને રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોશિયલ મીડિયામાં બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી હતી. બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર અને અપમાનજનક મેસેજ વાયરલ કરવામાં આવ્યા...

'કાલા હિરણ– ધ બેટલ ફોર લેગસી' ફિલ્મના નિર્માતા અમિત જાનીએ ફરી એકવાર જાનથી મારી નાખવાની અને ફિલ્મનું કામ બંધ કરવાની ધમકી મળ્યાનો દાવો કર્યો છે. તેમણે આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર ઘટનાની જાણ તપાસ એજન્સીઓને પણ કરી હોવાનું જણાવ્યું છે.

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ફરિયાદ નોંધાવવા ગયેલા વકીલ રવિ વાઘેલાએ પોલીસ પર મારપીટ, ગાળો બોલવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

મળતી માહિતી મુજબ, કોર્ટની નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ બંને ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી તેમજ તેમણે છૂટાછેડા માટે કોઈ અરજી કરી નથી.