અરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ગુનો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Rahul Desai
Rahul Desai
અરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ગુનોઅરવલ્લીમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો આરોપ, બે સામે ગુનો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા સાથે છેડતી કર્યાના આક્ષેપ સાથે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, સગીરા શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપી મેહુલ જયંતીભાઈ ડામોરે તેને પકડી તેનું મોઢું દબાવી નજીકના મગફળીના ખેતરમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે. ત્યાં સગીરનીચે છેડતી કરી,દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બીજા આરોપી કિરણ શંકરભાઈ ડામોરે સગીરાના બે સગીર સંબંધીઓને પકડી રાખી મેહુલને મદદ કરી હતી. જોકે, સગીરા રોડ તરફ આવતી દેખાતા બંને સગીર સંબંધીઓને છોડી આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ બાદ પરિવારજનો આરોપીઓના ઘરે પૂછપરછ કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ હાજર ન મળતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે BNSની કલમ 75, 76, 351(3), 54, પોક્સો એક્ટની કલમ 12, 17 તથા એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ સગીરા અનુસૂચિત જનજાતિની હોવાનું જાણતા હોવા છતાં ગુનો કર્યાનો પણ આક્ષેપ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.