Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ: ફરિયાદ કરવા ગયેલા વકીલને જ પોલીસે માર માર્યાનો આક્ષેપ, CCTV તપાસની માંગ

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ફરિયાદ નોંધાવવા ગયેલા વકીલ રવિ વાઘેલાએ પોલીસ પર મારપીટ, ગાળો બોલવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને CCTV ફૂટેજના આધારે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 11:27 AM IST
રાજકોટ: ફરિયાદ કરવા ગયેલા વકીલને જ પોલીસે માર માર્યાનો આક્ષેપ, CCTV તપાસની માંગરાજકોટ: ફરિયાદ કરવા ગયેલા વકીલને જ પોલીસે માર માર્યાનો આક્ષેપ, CCTV તપાસની માંગ

ફાઈલ ફોટો

રાજકોટ: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. વકીલ રવિ વાઘેલાએ યુનિવર્સિટી પોલીસના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કરતાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે.

વકીલ રવિ વાઘેલાના જણાવ્યા મુજબ તેઓ પોતાની ફરિયાદ નોંધાવવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ગયા હતા. જોકે, ફરિયાદ નોંધવાને બદલે પોલીસકર્મીઓએ તેમની સાથે ગાળો બોલી મારપીટ કરી હતી. ઉપરાંત તેમને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

વકીલે આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ ચકાસવાની તેમજ જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મારપીટ બાદ સારવાર લીધાનો દાવો કરતાં વકીલે પોતાની લેખિત રજૂઆત સાથે મેડિકલ પુરાવા પણ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે.

આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે. વકીલ દ્વારા પોલીસના વર્તન અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદ બાદ આ સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

જોકે, આ મામલે યુનિવર્સિટી પોલીસ અથવા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.