
Gujarat Rain CM Review: રાજ્યમાં સતત વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ...

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલતા વિવાદમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર જાહેર કરી તેમને હટાવવાનો આદેશ આપતાં મંદિરનો વહીવટ હવે ચેરિટી કમિશનર કચેરીના હસ્તક આવ્યો છે. મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ મંદિરનો ચાર્જ સંભાળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

અંબાજી ખાતે શક્તિપીઠ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સોમવારે બીજા તબક્કાની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ રેવન્યુ અને ગ્રામ પંચાયતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.

અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ ગુજરાત અને રાજસ્થાનના ઉપરના ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમની અસર ધીમે-ધીમે ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે આજથી 4 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના છે.