
Ahmedabad News: અમદાવાદમાં નરોડા પોલીસે NDPS કેસમાં મોટી કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા નાઈજિરિયન નાગરિક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

SMC Raid: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં આવેલા અમી એન્ટરપ્રાઈઝ નામના કારખાના સામેની અવાવરૂ જાહેર જગ્યામાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડામાં દારૂ-બીયર સહિત કુલ રૂ. 32.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા સર્કલ નજીક આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં 5 ઓગસ્ટની રાત્રે સ્પા કર્મચારી દશરથની હત્યાની ઘટના સામે આવી હતી. પાંચ શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની અદાવત લોહિયાળ બની છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા રણાસર ટોલ નાકા નજીક મિત્ર વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. આરોપ છે કે એક યુવકે ધવલભાઈ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોઈએ સમગ્ર અહેવાલ.

અમદાવાદમાં નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ.14.16 કરોડની કિંમતનું 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સના નેટવર્ક અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.