નરોડાના સ્પામાં દશરથની હત્યા કેસમાં 4 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી હજુ ફરાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા સર્કલ નજીક આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં 5 ઓગસ્ટની રાત્રે સ્પા કર્મચારી દશરથની હત્યાની ઘટના સામે આવી હતી. પાંચ શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
Rahul Desai
Rahul Desai
નરોડાના સ્પામાં દશરથની હત્યા કેસમાં 4 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી હજુ ફરારનરોડાના સ્પામાં દશરથની હત્યા કેસમાં 4 આરોપી ઝડપાયા, મુખ્ય આરોપી હજુ ફરાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા સર્કલ નજીક આવેલા વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં 5 ઓગસ્ટની રાત્રે સ્પા કર્મચારી દશરથની હત્યાની ઘટના સામે આવી હતી. પાંચ શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ચાર આરોપીઓ વિશાલ બરોડ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

DCP ઝોન-4 અતુલ કુમાર બંસલના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. ઘટના પહેલાં વિશાલ તેની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે સ્પામાં ગયો હતો. તે દરમિયાન વૈષ્ણવી-ખુશ્બુ અને દશરથ-જનકભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઝઘડાનો બદલો લેવા વિશાલે પોતાના મિત્રોની મદદથી દશરથની હત્યાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પાંચ શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર હુમલો કર્યો અને તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો.

હાલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મીને ઝડપી પાડવા સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.