Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના નરોડામાં મિત્રએ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો, જૂની અદાવતમાં છરીના ઘા માર્યા

અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની અદાવત લોહિયાળ બની છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા રણાસર ટોલ નાકા નજીક મિત્ર વચ્ચે શરૂ થયેલી બોલાચાલી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. આરોપ છે કે એક યુવકે ધવલભાઈ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોઈએ સમગ્ર અહેવાલ.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Jun 2026 02:49 PM IST
અમદાવાદના નરોડામાં મિત્રએ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો, જૂની અદાવતમાં છરીના ઘા માર્યાઅમદાવાદના નરોડામાં મિત્રએ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો, જૂની અદાવતમાં છરીના ઘા માર્યા

ફાઈલ ફોટો

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં જૂની અદાવતને લઈને થયેલી બોલાચાલી દરમિયાન મિત્રએ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા રણાસર ટોલ નાકા નજીક બનેલી આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, ધવલભાઈ તેમના બે મિત્રો સાથે ત્યાં હાજર હતા. આ દરમિયાન રાજુભાઈ અને ધવલભાઈ વચ્ચે જૂની અદાવતને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો.

આ દરમિયાન રાજુભાઈનો પુત્ર મુકેશ ઉર્ફે બોબી રાજપૂત ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આરોપ છે કે તેણે ધવલભાઈ પર છરી વડે હુમલો કરી શરીરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હુમલા બાદ ઇજાગ્રસ્ત ધવલભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હુમલાના કારણો અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.