
ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 23થી 25 જૂન દરમિયાન ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે જ 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે રાહતના સમાચાર વચ્ચે શું છે સંપૂર્ણ આગાહી, સાંભળીએ અંબાલાલ પટેલ પાસેથી.

ગુજરાતમાં લાંબા સમયથી પડતી ગરમી અને ઉકળાટ વચ્ચે હવે વરસાદી રાહતની આશા દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં 15 જૂન બાદ વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રિ-મોન્સૂન કામગીરીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગોને આગોતરા આયોજન સાથે કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદે હવે પુણે મેટ્રોની વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે... વરસાદ દરમિયાન મેટ્રોના કોચમાં પાણી ટપકવાની અને સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે... કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી મેટ્રો પ્રથમ જ ભારે વરસાદ સામે પાણી પાણી થઈ જતાં તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે,

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22થી 25 મે દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે. 28 મેથી 3 જૂન દરમિયાન હવામાનમાં ફરી પલ્ટો આવવાની શક્યતા છે, જોકે આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ વધારો નોંધાઈ શકે છે.