પુણે મેટ્રોમાં વરસાદી પાણી ઘૂસ્યા, કોચમાં ટપક્યું પાણી



પુણે મેટ્રોમાં વરસાદી પાણી ઘૂસ્યા, કોચમાં ટપક્યું પાણી



પુણે : મહારાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદે હવે પુણે મેટ્રોની વ્યવસ્થાની પણ પોલ ખોલી દીધી છે... વરસાદ દરમિયાન મેટ્રોના કોચમાં પાણી ટપકવાની ઘટના સામે આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો... એટલું જ નહીં, મેટ્રો સ્ટેશન અને કોચના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો...
સોશિયલ મીડિયા પર ઘટનાના વીડિયો વાયરલ થતા લોકો દ્વારા મેટ્રોની કામગીરી અને વરસાદી તૈયારી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે... કરોડો રૂપિયાના ખર્ચે બનેલી મેટ્રો પ્રથમ જ ભારે વરસાદ સામે નબળી સાબિત થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે...
મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે વરસાદી પાણી સીધું કોચમાં ટપકતું હતું, જેના કારણે બેઠકો અને ફ્લોર પર પાણી ભરાઈ ગયું હતું... બીજી તરફ મેટ્રો તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે...




