અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ



અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ



અમદાવાદ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે જરૂરી વ્યવસ્થાઓ સુદૃઢ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રિ-મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વી.ઓ.:
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મેયર સહિત પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ચોમાસા દરમિયાન શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલ અને સંબંધિત વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં તમામ વિભાગોને આગોતરા આયોજન સાથે કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી તકેદારી લેવા અને પ્રિ-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.




