
Dang : 13 વર્ષની સગીર દીકરીને ફોસલાવી બળજબરીથી અપહરણ કરી નેપાળ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ લઈ જવાના કેસમાં વર્ષોથી ફરાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.

Kinjal Rabari Kidnapping Case: ચાંદખેડા વિસ્તારમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણની ઘટનાને લઈને ચકચાર મચી છે. CBD મોલ નજીકથી કિંજલ રબારીને કાળા રંગની કારમાં લઈ જવામાં આવી હોવાની માહિતી...

રાજકોટમાં એક જ ઘટનાને લઈને બે પક્ષોની સામસામે ફરિયાદો નોંધાતા સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે. ભાજપના આગેવાન સાથે સંકળાયેલા રાજા ચાવડા સહિત ચાર લોકો સામે દુષ્કર્મ, અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી તરફ પ્રેમલગ્ન કરનારી પરિણીતાના અપહરણની અલગ ફરિયાદ દાખલ થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થાય.

ગોમતીપુરમાં રહેતા દંપતી અને તેમના બે દીકરાઓએ લંડન પહોંચવા માટે એક ટ્રાવેલ એજન્ટ સાથે પ્રતિ વ્યક્તિ રૂ.25 લાખમાં સોદો કર્યો હતો. પરિવાર 20 એપ્રિલે અમદાવાદથી દિલ્હી ગયો હતો, જ્યાં ત્રણ દિવસ રોકાયા બાદ તેઓ શ્રીલંકા અને પછી દુબઈ પહોંચ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ દુબઈ પહોંચ્યા બાદ એજન્ટે ફ્લાઈટમાં વારંવાર ફેરફાર શરૂ કર્યા અને અલગ-અલગ એરલાઈન્સ મારફતે મુસાફરી કરાવી શંકાસ્પદ હરકતો શરૂ કરી હતી.