
Bharuch ના દહેજ GIDC વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે ભીષણ આગ લાગતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટના અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયા હોવાની માહિતી સામે આવી છે.

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના પારાવાડા વિસ્તારમાં આવેલી ફાર્મા સિટીમાં સ્થિત સાઉથ એનર્જી ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે મજૂરોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના ઉથુકોટ્ટાઈ તાલુકાના કાનીગાઈપૈર ગામમાં એક ખાનગી ફિશ ફીડ નિકાસ કરતી ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી ઘણી મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં સાત મહિલાઓના મોત થયાના અહેવાલ છે, અને 60 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ફેક્ટરી ઝીંગાનું પ્રક્રિયા કરતી હતી, અને એમોનિયા લીક થયા બાદ ઘણા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડોદરામાં આવેલા ડભોઈ તાલુકામાં ભાવપુરા ગામે વીજપોલ ધારાશાયી થતા 3 લોકોના ઘટના સ્થળે મોત થતા આસપાસ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રક્ટ હેઠળ શ્રમિકો હાઈટેન્શન લાઈન કેબલ નાખવામાં નાખવામાં કામગીરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક આ પોલ પડી જતા તેના નીચે રહેલા 3 લોકો ઘટના સ્થળ પર મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ગામના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. MSN ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીમાં હાઇડ્રોજન અને બેન્ઝીન સોલવન્ટ ટાંકીમાં દબાણ વધતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 4 કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

દાદાર નગર હવેલી કાલે રાત્રે લક્ષ્મી ટેક્સટાઈલ્સ કંપનીમાં ગત રાત્રી ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેના લીધે ફાયર વિભાગ તાત્કાલિક જાણ કરવા આવી હતી. તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.