
Mehsana: મહેસાણા એલસીબીએ નંદાસણના ઘુમાસણ ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખોટી નંબર પ્લેટ લગાવેલી કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂની કુલ 3,263 બોટલો મળી આવી હતી.

જામનગર જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામના રહેવાસી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચકચારજનક ઘટના સામે આવી છે. માથાભારે અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા મહાવીરસિંહ સિંધવનું પોલીસથી બચવાના પ્રયાસ દરમિયાન ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

જામનગરના ખીમરાણા ગામમાં બુટલેગરોના આતંક બાદ હવે પોલીસની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂ ભરેલી કાર પકડી તેનો વીડિયો બનાવનાર યુવકને જ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રામજનો અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.