Mehsanaમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: કિયા સેલ્ટોસમાંથી વિદેશી દારૂની 3,263 બોટલો મળી


Mehsana
Mehsanaમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: કિયા સેલ્ટોસમાંથી વિદેશી દારૂની 3,263 બોટલો મળી


Mehsana
Mehsana: મહેસાણા એલસીબીએ નંદાસણના ઘુમાસણ ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ખોટી નંબર પ્લેટ લગાવેલી કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂની કુલ 3,263 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ₹19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
₹9 લાખથી વધુનો દારૂ જપ્ત
મળતી માહિતી મુજબ, મહેસાણા એલસીબીની ટીમે ઘુમાસણ ગામમાં કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ કિયા સેલ્ટોસ કાર પકડી હતી. કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂની 3,263 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત ₹9 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.
કારમાંથી છ અલગ નંબર પ્લેટ મળી
કારની તપાસ દરમિયાન અલગ-અલગ વાહનોની છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસ હેઠળ છે.
બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
આ મામલે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કેસમાં સંડોવાયેલા શખ્સો અને દારૂના જથ્થાના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Junagadhના માણાવદરમાં ચકચાર: એકસાથે અંદાજે 50 કાચબાના મૃતદેહ મળી આવ્યા






