Get News Alerts

Never miss breaking news updates.

જામનગર: ખીમરાણા ગામમાં પોલીસ કાર્યવાહી સામે ગ્રામજનોનો રોષ, કલેક્ટરને આવેદનપત્ર

જામનગરના ખીમરાણા ગામમાં બુટલેગરોના આતંક બાદ હવે પોલીસની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂ ભરેલી કાર પકડી તેનો વીડિયો બનાવનાર યુવકને જ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રામજનો અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 01:07 PM IST
જામનગર: ખીમરાણા ગામમાં પોલીસ કાર્યવાહી સામે ગ્રામજનોનો રોષ, કલેક્ટરને આવેદનપત્રજામનગર: ખીમરાણા ગામમાં પોલીસ કાર્યવાહી સામે ગ્રામજનોનો રોષ, કલેક્ટરને આવેદનપત્ર

જામનગર જામનગર જિલ્લાના ખીમરાણા ગામમાં બુટલેગરોના આતંક બાદ પોલીસ દ્વારા નિર્દોષ યુવાનોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં ખીમરાણા ગામમાં બનેલી એક ઘટનાને લઈને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને હોબાળો મચ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં દારૂ ભરેલી કાર પકડી તેનો વીડિયો બનાવનાર યુવકને જ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતા. પોતાની છબી બચાવવા માટે પોલીસે બીજા જ દિવસે દેવરાજ ગોહિલ નામના યુવકની અટકાયત કરી હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ગામના આગેવાનો અને સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સાથે જ નિર્દોષ લોકોને હેરાન ન કરવા અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે, આક્ષેપોને લઈને પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.