
અસમના કછાર જિલ્લામાં રોડ બનાવવાના એક કારખાનામાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલે પોલીસે કારખાનાના માલિક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

Anand Vasad Girl Murder Case: આણંદ જિલ્લાના વાસદ નજીક માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી...

જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર ગોડાઉનમાં મેડિકલ સાધનો અને દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સાથે ગાઢ ધુમાડો ફેલાતા ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

દાણીલીમડા વિસ્તારમાં કથિત કતલખાનામાંથી અંદાજે 133 કિલો શંકાસ્પદ ગૌ માસ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે FSL તપાસ સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે.