Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના દાણીલીમડામાં કથિત કતલખાનામાંથી 133 કિલો શંકાસ્પદ ગૌ માસ જપ્ત, બે આરોપી ઝડપાયા

દાણીલીમડા વિસ્તારમાં કથિત કતલખાનામાંથી અંદાજે 133 કિલો શંકાસ્પદ ગૌ માસ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે FSL તપાસ સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 May 2026 03:25 PM IST
અમદાવાદના દાણીલીમડામાં કથિત કતલખાનામાંથી 133 કિલો શંકાસ્પદ ગૌ માસ જપ્ત, બે આરોપી ઝડપાયાઅમદાવાદના દાણીલીમડામાં કથિત કતલખાનામાંથી 133 કિલો શંકાસ્પદ ગૌ માસ જપ્ત, બે આરોપી ઝડપાયા

અમદાવાદ:દાણીલીમડા વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌ માસ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. માહિતી અનુસાર સુરજ ફાર્મ ખાતે ચાલતા કથિત કતલખાનામાં પોલીસે દરોડા પાડી અંદાજે 133 કિલો જેટલું શંકાસ્પદ ગૌ માસ જપ્ત કર્યું છે. સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જપ્ત કરાયેલ ગૌ માસને ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલી આપ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગૌ હત્યા જેવા ગુનાઓમાં કાર્યવાહી દરમિયાન આરોપીઓ હુમલાખોર વલણ અપનાવતા હોવાની ચર્ચા છે. કેટલાક કિસ્સાઓમાં કાચની બોટલો, બોટલોના કેરેટ, એસિડ ભરેલી બોટલો સહિતના ઘાતક સાધનોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

આજની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મળી આવેલી એક બ્રેઝા કારમાંથી પણ કાચની બોટલો મળી આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ પ્રાથમિક તપાસમાં કારની નંબર પ્લેટ, ચેસીસ નંબર અને એન્જિન નંબર સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપી સુધી પહોંચવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.