અસમના કારખાનામાં વિસ્ફોટનો મામલો, 4 શ્રમિકોના મોત બાદ માલિક સહિત 5 લોકોની ધરપકડ

અસમના કછાર જિલ્લામાં રોડ બનાવવાના એક કારખાનામાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલે પોલીસે કારખાનાના માલિક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
Growth Now News
Growth Now News
અસમના કારખાનામાં વિસ્ફોટનો મામલો, 4 શ્રમિકોના મોત બાદ માલિક સહિત 5 લોકોની ધરપકડઅસમના કારખાનામાં વિસ્ફોટનો મામલો, 4 શ્રમિકોના મોત બાદ માલિક સહિત 5 લોકોની ધરપકડ

અસમના કછાર જિલ્લામાં રોડ બનાવવાના એક કારખાનામાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલે પોલીસે કારખાનાના માલિક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

ધરપકડ કરાયેલા લોકોમાં કંપનીના માલિક રાકેશ કુમાર સુરાનાનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાર આરોપીઓ કારખાનાના સંચાલન અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, રવિવારે વહેલી સવારે કારખાનાની પ્રોસેસિંગ યુનિટમાં પીગળેલી ધાતુમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારોમાં પણ સંભળાયો હતો. ઘટનામાં ચાર શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ અપ્પૂ બોરેક, કિરણ મુંડા, શ્યામલ ગૌર અને સાગર નાથ તરીકે થઈ છે, જેઓ ત્રિપુરાના અગરતલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલ શ્રમિકોને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ, વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે પણ સ્થળની મુલાકાત લઈને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે.

અસમ સરકારે મૃતક શ્રમિકોના પરિવારજનોને પ્રતિ પરિવાર ₹5 લાખની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ, પોલીસ તપાસ અને શ્રમ વિભાગ દ્વારા અલગ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કારખાનામાં ઔદ્યોગિક સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને કોઈની બેદરકારી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.