Get News Alerts

Never miss breaking news updates.

ખેડૂતોને ડીઝલ માટે લાઈનમાં ઊભા રાખી રહી છે સરકાર : કોંગ્રેસ

રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખંભાલિયાની મામલતદાર કચેરીના પત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં ડીઝલની ગંભીર અછત ઉભી થઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 12:32 PM IST
ખેડૂતોને ડીઝલ માટે લાઈનમાં ઊભા રાખી રહી છે સરકાર : કોંગ્રેસખેડૂતોને ડીઝલ માટે લાઈનમાં ઊભા રાખી રહી છે સરકાર : કોંગ્રેસ

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખંભાલિયાની મામલતદાર કચેરીના પત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં ડીઝલની ગંભીર અછત ઉભી થઈ છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચોમાસા પહેલાં, જ્યારે ખેડૂતો વાવેતરની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે ભાજપ સરકાર ખેડૂતોને ડીઝલ અને ખાતરની તંગીમાં ધકેલી રહી છે. સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાર્ટીએ વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને સમયસર ડીઝલ, ખાતર અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. હાલ ખેડૂતોને માત્ર 200 લિટર ડીઝલ માટે પણ આધાર કાર્ડ, ટ્રેક્ટર રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજો લઈને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

કોંગ્રેસે ડીઝલની અછત પાછળ બ્લેક માર્કેટિંગ માફિયાઓનો હાથ હોવાનું કહી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ, માફિયાઓએ સમગ્ર સિસ્ટમ પર કબજો જમાવી લીધો છે અને સરકાર મૌન બની બેઠી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં તાત્કાલિક ડીઝલ અને ખાતરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે, બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતો માટેની ક્વોટા સિસ્ટમ રદ કરવામાં આવે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.