
Jamnagar : જામનગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવા સંકલ્પ યાત્રામાં જોડાયેલા 19 યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગોરખપુરથી ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા રવિ કિશનના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શુભેચ્છા સંદેશાઓની જાણે વરસાત જોવા મળી હતી.

વિશ્વ યોગ દિવસને લઈને અમદાવાદમાં તૈયારીઓએ જોર પકડ્યું છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોજાનાર ભવ્ય યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ ઉપસ્થિત રહેવાના હોવાથી તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. હજારો યોગસાધકોની હાજરી વચ્ચે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને સુરક્ષા સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. શું છે સમગ્ર આયોજન, જોઈએ આ અહેવાલમાં.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાંચમા સરસંઘચાલક Kuppahalli Sitaramayya Sudarshanની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિનો પ્રવાહ જોવા મળ્યો હતો. વડાપ્રદેશના અનેક મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને નમન કરી તેમના જીવન અને વિચારોને યાદ કર્યા હતા.

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સામાજિક આગેવાન નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. નરેશ પટેલના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. જોકે, ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રાજકીય અટકળોને નકારી કાઢી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, ભાજપના આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સૌએ મળીને ભગવાન સોમનાથના ચરણોમાં દેશની સુખાકારી, સમૃદ્ધિ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે પ્રાર્થના કરી હતી.

રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ Vajubhai Vala ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વજુભાઈ વાળાએ ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, "મેયર તરીકે નહીં, પરંતુ ચીમનભાઈના દીકરા તરીકે લોકોની સેવા કરજે અને પોતાના કાર્યો દ્વારા પરિવાર તથા રાજકોટનું નામ રોશન કરજે."