Get News Alerts

Never miss breaking news updates.

"નેહલ નહીં, ચીમનભાઈના દીકરા તરીકે કામ કરજે" : વજુભાઈ વાળાની મેયરને સલાહ

રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ Vajubhai Vala ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વજુભાઈ વાળાએ ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, "મેયર તરીકે નહીં, પરંતુ ચીમનભાઈના દીકરા તરીકે લોકોની સેવા કરજે અને પોતાના કાર્યો દ્વારા પરિવાર તથા રાજકોટનું નામ રોશન કરજે."
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 11:13 AM IST
"નેહલ નહીં, ચીમનભાઈના દીકરા તરીકે કામ કરજે" : વજુભાઈ વાળાની મેયરને સલાહ"નેહલ નહીં, ચીમનભાઈના દીકરા તરીકે કામ કરજે" : વજુભાઈ વાળાની મેયરને સલાહ

રાજકોટ: રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી Vajubhai Vala ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન વજુભાઈ વાળાએ ફૂલહાર પહેરાવી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

વજુભાઈ વાળાએ નેહલ શુક્લને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે મેયર તરીકે શહેરના વિકાસ અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું કે પોતાના સારા કાર્યો દ્વારા ચીમનભાઈનું નામ વધુ રોશન કરવું.

મુલાકાત દરમિયાન વજુભાઈ વાળાએ લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે, "આજે નેહલ તરીકે નહીં, પરંતુ ચીમનભાઈના દીકરા તરીકે સત્તા પર છે તે ભાવ સાથે કામ કરજે." તેમણે લોકોની વચ્ચે રહી સેવા કરવાની અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેવાની સલાહ આપી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે આત્મીય વાતચીત થઈ હતી અને નેહલ શુક્લે પણ વજુભાઈ વાળાના આશીર્વાદ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.