
Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

છેલ્લા દાયકામાં T20 ઈન્ટરનેશનલ મેચમાં ટીમ 200 કે તેથી વધુ રન સરળતાથી બનાવતી જોવા મળી છે, જેના કારણે બોલર્સનું કામ ખૂબ મુશ્કેલ બની ગયું છે.

India-Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 13મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તા નવી દિલ્હીમાં યોજાઈ હતી. દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મજબૂત કરવા ચર્ચા આવી છે.

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.

કોમનવેલ્થ ગેમ્સ 2026ના આઠમા દિવસે ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હોવા છતાં મેડલ ટેલીમાં બે સ્થાનનું નુકસાન થયું છે. કુલ 17 મેડલ સાથે ભારત હવે 10મા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 110 મેડલ સાથે ટોચ પર યથાવત છે.

ભારતીય વાયુસેના (IAF)ની ટુકડી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધાભ્યાસ 'પિચ બ્લેક 2026'માં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. આ અભ્યાસ 20 જુલાઈથી 7 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ઓસ્ટ્રેલિયાના રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ (RAAF)ના ડાર્વિન, ટિન્ડલ અને એમ્બર્લી એરબેઝ પર યોજાશે. તેમાં વિશ્વના 20 દેશોના અંદાજે 100 જેટ ફાઇટર એરક્રાફ્ટ અને 2,500થી વધુ સૈનિકો ભાગ લેશે.

PM Modi Australia Visit: ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લગભગ 30 હજારથી વધુ ભારતીયોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'મોદી-મોદી' અને 'ભારત માતા કી જય'ના નારાથી માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના સૌથી મોટા પેન્શન ફંડ ઑસ્ટ્રેલિયનસુપર દ્વારા ભારતના નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)માં 500 મિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલરના વધારાના રોકાણનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય ભારતની ઝડપી આર્થિક પ્રગતિ, સુધારાઓ અને રોકાણકારોને અનુકૂળ નીતિઓ પ્રત્યે વિશ્વના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે.

મેલબર્ન/નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબર્ન પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને 'ભારત માતા કી જય' તેમજ 'મોદી-મોદી'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેલબર્નમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન...

Hormuz Strait: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે 21 કલાક સુધી વાતચીત ચાલી, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ઘેરી લેવાની ધમકી આપીને તણાવ વધારી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે એક મોટી દરિયાઈ નૌકાદળ નાકાબંધી તૈયાર છે. અમેરિકન સૈન્ય આજે ભારતીય સમય મુજબ...