Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 07:39 PM IST
Quad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદનQuad Meeting 2026: ક્વાડની બેઠકમાં ભારતની પ્રશંસા, હોર્મુઝ અને લાલ સાગર અંગે મોટું નિવેદન

Quad Meeting 2026

Quad Meeting 2026: અમેરિકાના એટલાન્ટામાં 31 ઓક્ટોબર 2026ના રોજ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વૈશ્વિક વેપાર, આર્થિક સુરક્ષા, દરિયાઈ માર્ગોની સલામતી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં નેપાળમાં વિનાશક પૂર બાદ રાહત અને બચાવ કામગીરીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય ક્વાડ દેશોએ હોર્મુઝની ખાડી, લાલ સાગર અને બાબ અલ-મંદેબ જેવા મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર જહાજોની સુરક્ષિત અને અવિરત અવરજવર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

નેપાળમાં પૂર દરમિયાન ભારતની મદદની પ્રશંસા

ક્વાડના સંયુક્ત નિવેદનમાં નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરીમાં ભારતે સૌથી પહેલાં મદદ પહોંચાડી હતી. ક્વાડ દેશોએ ભારતની આ ભૂમિકાને બિરદાવી હતી.

ભારતે નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની સાથે આર્થિક સહાય પણ પૂરી પાડી હતી. ક્વાડની આ પ્રશંસાને પડોશી દેશોમાં કુદરતી આફતના સમયે ભારતની સક્રિય ભૂમિકા તરીકે જોવામાં આવી રહી છે.

કોઈ દેશનું નામ લીધા વિના આર્થિક નીતિઓ પર નિશાન

ક્વાડના વિદેશ મંત્રીઓએ કોઈ દેશનું નામ લીધા વિના આર્થિક દબાણ અને મનસ્વી નિકાસ પ્રતિબંધો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે મનસ્વી રીતે નિકાસ પર પ્રતિબંધો લાદવા અને બજારના સામાન્ય નિયમોની વિરુદ્ધની નીતિઓ વૈશ્વિક સપ્લાય ચેઈનને નુકસાન પહોંચાડી શકે છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Pleased to participate in QUAD Foreign Ministers’ Meeting in Atlanta, the third this year after our earlier interactions in New Delhi and Manila. Highlighted the importance of:

✅ Maintaining stability, driving prosperity and ensuring freedom of choice as our continuing commitments in the Indo-Pacific.

✅ Deepening cooperation to promote supply chain resilience and ensure technology, critical minerals &amp; energy security.

✅ Countering non-market practices and increased economic stresses in the Indo-Pacific.

✅ Taking forward agreements on counter-terrorism, maritime security and capacity building to enhance resilience &amp; contribute to peace and stability.

✅ Developing a more contemporary QUAD agenda with a practical approach.

🇮🇳 🇺🇸 🇦🇺 🇯🇵</p>&mdash; Dr. S. Jaishankar (@DrSJaishankar) <a href="https://x.com/DrSJaishankar/status/2116560484816032224?ref_src=twsrc%5Etfw">October 31, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ખાસ કરીને મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોમાં જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન અને બિનબજારલક્ષી વેપાર નીતિઓને કારણે વૈશ્વિક પુરવઠા વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. ક્વાડ દેશોએ વિશ્વમાં વિશ્વસનીય અને ખુલ્લી સપ્લાય ચેઈન તથા મજબૂત માળખાગત સુવિધાઓ ઊભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નિવેદનને ચીનની કેટલીક વેપાર નીતિઓ તરફના પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

હોર્મુઝ, લાલ સાગર અને બાબ અલ-મંદેબમાં સુરક્ષિત અવરજવર પર ભાર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્વાડ દેશોએ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હોર્મુઝની ખાડી, લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ તેમ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું.

ક્વાડ દેશોએ સ્પષ્ટ કર્યું હતું કે આ માર્ગો વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જહાજો અને તેમના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. આ સિવાય જહાજોની અવરજવર પર કોઈ ટોલ લાદ્યા વિના આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નૌકાયાનની સ્વતંત્રતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

એસ જયશંકરે કહ્યું- હિંદ-પ્રશાંતમાં સ્થિરતા જરૂરી

બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ક્વાડ દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા, સમૃદ્ધિ અને દરેક દેશને પોતાની પસંદગીના નિર્ણયો લેવાની સ્વતંત્રતા જાળવવાના મહત્ત્વને પુનરાવર્તિત કર્યું છે.

તેમને ટેક્નોલોજી, મહત્ત્વપૂર્ણ ખનિજો અને ઊર્જા સુરક્ષા માટે મજબૂત સપ્લાય ચેઈન વિકસાવવા પર ભાર મૂક્યો હતો. આ સિવાય આતંકવાદ સામે લડવા, દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા અને વિવિધ દેશોની ક્ષમતા વધારવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.

એસ જયશંકરે કહી આ વાત

એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એટલાન્ટામાં યોજાયેલી આ બેઠક વર્ષ 2026માં ક્વાડ વિદેશ મંત્રીઓની ત્રીજી બેઠક હતી. આ પહેલાં નવી દિલ્હી અને મનિલામાં પણ બેઠકો યોજાઈ હતી.

તેમને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ જાળવવા સિવાય ટેક્નોલોજી, મહત્ત્વપૂર્ણ ખનિજો અને ઊર્જા સુરક્ષા માટે વિશ્વસનીય સપ્લાય ચેઈન ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

G20 બેઠકમાં પણ દરિયાઈ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

ક્વાડ બેઠકના એક દિવસ પહેલાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ એસ. જયશંકરે નાગરિક જહાજો અને તેમના કર્મચારીઓ પર થતા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમને જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગો પર થતા હુમલાઓને કારણે જહાજોની સુરક્ષિત અવરજવર પ્રભાવિત થાય છે. તેની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી શકે છે. આવા હુમલાઓને કારણે ઈંધણ, ખાદ્ય સામગ્રી અને ખાતરની ઉપલબ્ધતા પ્રભાવિત થવાની સાથે તેમની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: California: કેલિફોર્નિયાના શોપિંગ મોલમાં ફાયરિંગ, 1નું મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત, 3 ની હાલત ગંભીર

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.