મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ‘વંદે માતરમ’ અને ‘મા તુઝે સલામ’થી ગુંજ્યું વાતાવરણ



મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ‘વંદે માતરમ’ અને ‘મા તુઝે સલામ’થી ગુંજ્યું વાતાવરણ



મેલબર્ન/નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબર્ન પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને 'ભારત માતા કી જય' તેમજ 'મોદી-મોદી'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
મેલબર્નમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન કલાકારોએ દેશભક્તિથી ઓતપ્રોત ‘મા તુઝે સલામ’ અને ‘વંદે માતરમ’ની ધૂનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. મહિલાઓ દ્વારા ભગવાન શિવને સમર્પિત નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને વડાપ્રધાન મોદીએ તાળીઓ પાડી પ્રોત્સાહન આપ્યું હતું. દેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠકમાં સહ-અધ્યક્ષતા કરશે. ઉપરાંત બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ બેઠકો અને ચર્ચાઓ યોજાશે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના સંદેશમાં જણાવ્યું કે તેઓ મેલબર્ન પહોંચી ગયા છે અને આ મુલાકાત ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. તેમણે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથેની મુલાકાત અને ભારતીય સમુદાય સાથે મુલાકાતને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતથી વેપાર, રોકાણ, સંરક્ષણ, શિક્ષણ અને ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધોને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com


