
Supermoon 2026: નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન સતત 3 સુપરમૂન જોવા મળશે. 24 ડિસેમ્બરે વર્ષનો સૌથી નજીકનો ફુલમૂન જોવા મળશે.

અમદાવાદ: 12 ઓગસ્ટ 2026ના રોજ આકાશમાં એક અદભુત ખગોળીય ઘટના જોવા મળશે. ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ સર્જાશે. જોકે આ ખગોળીય ઘટના ભારતમાં સીધી રીતે જોવા મળશે નહીં. ક્યાં જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ? આ સંપૂર્ણ સૂર્યગ્રહણનો નજારો ઉત્તરી રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાંથી સંપૂર્ણ ગ્રહણ તરીકે જોવા મળશે....

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડિયા મતવિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કેસર કેરીથી લઈને એસ્ટ્રોનોમી સુધીના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની અને પરિવારની વિશેષ કાળજી રાખે તેવી અપીલ કરી હતી.

બ્રહ્માંડમાં થતી સૌથી શક્તિશાળી અને રહસ્યમય ઘટનાઓમાં એક છે ગામા-રે બર્સ્ટ (Gamma-Ray Burst). આ એવા અતિ તીવ્ર અને ઊર્જાવાન વિસ્ફોટો છે, જેમની તેજસ્વિતા આપણા સૂર્ય કરતાં પણ અનેકગણી વધારે હોઈ શકે છે. ખગોળવિદોના જણાવ્યા અનુસાર, આ બ્રહ્માંડમાં થતા સૌથી મોટા વિસ્ફોટોમાંના એક છે, જે લગભગ રોજ ક્યાંક ને ક્યાંક બને છે.