12 ઓગસ્ટે આકાશમાં અદભુત ખગોળીય ઘટના, ભારતમાં નહીં દેખાય સંપૂર્ણ સૂર્યગ્રહણ

અમદાવાદ: 12 ઓગસ્ટ 2026ના રોજ આકાશમાં એક અદભુત ખગોળીય ઘટના જોવા મળશે. ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ સર્જાશે. જોકે આ ખગોળીય ઘટના ભારતમાં સીધી રીતે જોવા મળશે નહીં. ક્યાં જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ? આ સંપૂર્ણ સૂર્યગ્રહણનો નજારો ઉત્તરી રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાંથી સંપૂર્ણ ગ્રહણ તરીકે જોવા મળશે....
Rupin Bakraniya
Rupin Bakraniya
12 ઓગસ્ટે આકાશમાં અદભુત ખગોળીય ઘટના, ભારતમાં નહીં દેખાય સંપૂર્ણ સૂર્યગ્રહણ12 ઓગસ્ટે આકાશમાં અદભુત ખગોળીય ઘટના, ભારતમાં નહીં દેખાય સંપૂર્ણ સૂર્યગ્રહણ

અમદાવાદ: 12 ઓગસ્ટ 2026ના રોજ આકાશમાં એક અદભુત ખગોળીય ઘટના જોવા મળશે. ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ સર્જાશે. જોકે આ ખગોળીય ઘટના ભારતમાં સીધી રીતે જોવા મળશે નહીં.

ક્યાં જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ?
આ સંપૂર્ણ સૂર્યગ્રહણનો નજારો ઉત્તરી રશિયા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાંથી સંપૂર્ણ ગ્રહણ તરીકે જોવા મળશે. જ્યારે પૃથ્વીના વિશાળ વિસ્તારમાં આંશિક સૂર્યગ્રહણનો અનુભવ થઈ શકે છે. ભારતના આકાશમાં આ ગ્રહણ દેખાવાનું નથી. તેમ છતાં આ ઘટના ભારતીય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓ માટે ખગોળ વિજ્ઞાનને સમજવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.

ભારતીય સમય પ્રમાણે ક્યારે થશે ગ્રહણ?
આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય સમય પ્રમાણે સંપૂર્ણ ગ્રહણનો સમયગાળો રાત્રિના સમયે રહેશે.

  • સંપૂર્ણ ગ્રહણની શરૂઆત: રાત્રે 10:28 વાગ્યે
  • મહત્તમ ગ્રહણ: રાત્રે 11:16 વાગ્યે
  • સંપૂર્ણ ગ્રહણનો અંત: 13 ઓગસ્ટના રોજ સવારે 12:04 વાગ્યે

સૂર્યગ્રહણ વૈજ્ઞાનિકો માટે કેમ મહત્વનું?
સંપૂર્ણ સૂર્યગ્રહણને કુદરતી પ્રયોગશાળા તરીકે પણ જોવામાં આવે છે. આવી ઘટના દરમિયાન વૈજ્ઞાનિકોને સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિ સાથે સંબંધિત વિવિધ બાબતોનો અભ્યાસ કરવાની તક મળે છે. ખાસ કરીને સૂર્યના કોરોના, સૌર કિરણોત્સર્ગ અને પૃથ્વીના વાતાવરણ સાથેની તેની આંતરક્રિયા અંગેના સંશોધન માટે સૂર્યગ્રહણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારતમાં છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે દેખાયું હતું?
ભારતમાં છેલ્લે 25 ઓક્ટોબર 2022ના રોજ આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાંથી આ ખગોળીય ઘટના નિહાળી શકાઈ હતી. ભારતમાંથી આગામી સંપૂર્ણ સૂર્યગ્રહણ 20 માર્ચ 2034ના રોજ જોવા મળવાનું જણાવાયું છે. ત્યારે દેશના કેટલાક વિસ્તારોમાં લોકોને સંપૂર્ણ સૂર્યગ્રહણનો સીધો નજારો માણવાની તક મળશે.

લાઇવ કવરેજથી ભારતના લોકો પણ જોડાશે
ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોવાથી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને વિજ્ઞાનપ્રેમીઓ દ્વારા તેને વર્ચ્યુઅલ રીતે લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. Interesting Sciences YouTube Channel દ્વારા NASA Science Platform પર ઉપલબ્ધ ગ્રહણના લાઇવ કવરેજને ભારતીય દર્શકો સુધી પહોંચાડવાની પહેલ કરવામાં આવી રહી છે. આ લાઇવ કવરેજના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓ ગ્રહણની ઘટના માત્ર જોઈ જ નહીં, પરંતુ તેના પાછળનું વિજ્ઞાન પણ સમજવાનો પ્રયાસ કરી શકશે.

ભારતમાં ગ્રહણ નહીં દેખાય, પરંતુ વિજ્ઞાનની જિજ્ઞાસા વધશે
સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, પરંતુ આ ઘટનાને કારણે દેશના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં અવકાશ અને ખગોળ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવાની તક ચોક્કસ મળી શકે છે. આકાશમાં ન દેખાતી ઘટના પણ વિજ્ઞાનના માધ્યમથી ભારતીયોના મનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે.