Ahmedabad Police: અમદાવાદ ટ્રાફિક પોલીસનું માનવતાભર્યું કાર્ય, થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન, જુઓ VIDEO
Ahmedabad Police: અમદાવાદ ટ્રાફિક પોલીસનું માનવતાભર્યું કાર્ય, થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન, જુઓ VIDEO
Ahmedabad Police: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન સાથે માનવતાની સેવા માટે પણ સરાહનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ અને જવાનો સહિત અનેક લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ અને જવાનો સહિત અનેક લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં કુલ 700 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે 1,000 પોલીસકર્મીઓ રક્તદાન કરશે તેવી માહિતી આપવામાં આવી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલ માનવતાની ભાવનાનું ઉદાહરણ
થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કેમ્પ દ્વારા પોલીસકર્મીઓએ ફરજની સાથે સમાજસેવાનો પણ સંદેશ આપ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસની આ પહેલ માનવતાની ભાવનાનું ઉદાહરણ બની છે.




