
Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે એક વર્ષનું સિંહબાળ ખુલ્લા કૂવામાં ખાબકતાં વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Junagadh : જૂનાગઢમાં ફરી એકવાર સિંહની હાજરીએ લોકોમાં ચકચાર મચાવી છે. જૂનાગઢ સ્થિત નરસિંહ યુનિવર્સિટીના કેમ્પસમાં સિંહ જોવા મળતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.

જૂનાગઢમાં શ્રીરામ ટેકરી નજીક આવેલા સોનાપુરી સ્મશાનગૃહ પાસે મોડી રાત્રે બે બબ્બર સિંહો રસ્તા પર લટાર મારતા જોવા મળતાં ભારે હડકંપ મચ્યો હતો. રાત્રિના અંદાજે 12 વાગ્યાના સમયે સિંહોની હાજરી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા લોકો અને મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

જૂનાગઢના ગિરનાર ખાતે રાત્રિના સમયે ત્રણ નર સિંહોની અવરજવર જોવા મળતા વન વિભાગ દ્વારા સમગ્ર રાત દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સિંહોએ પહેલા જૂના પગથિયાં અને ત્યારબાદ નવા પગથિયાં સુરક્ષિત રીતે પાર કરી અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.

જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એકથી બે વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.