પ

પાણી ભરાયા

મોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

મોડાસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. મોડાસા શહેરમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Growth Now News
કીમ નદીમાં પૂરથી સુરતમાં જળબંબાકાર, પેટ્રોલ પંપ ડૂબ્યો, માર્ગ બંધ થતાં લોકો પરેશાન

કીમ નદીમાં પૂરથી સુરતમાં જળબંબાકાર, પેટ્રોલ પંપ ડૂબ્યો, માર્ગ બંધ થતાં લોકો પરેશાન

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. કીમ ચાર રસ્તા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપમાં કમરથી લઈને છાતી સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો. મોડી રાત્રિથી જ પાણી ભરાવાનું શરૂ થતાં પેટ્રોલ પંપનો સ્ટાફ સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

Growth Now News
ભારે વરસાદથી સુમનદીપ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ભારે વરસાદથી સુમનદીપ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં મધ્યરાત્રિએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે હોસ્ટેલ પરિસરમાં પાણીનું સ્તર ઝડપથી વધતાં વિદ્યાર્થીઓ અને અન્ય રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

Growth Now News
AMCના દાવા પાણીમાં! છારાનગરમાં લોકો પાણીમાં ફસાયા, ફાયર વિભાગે 11 લોકોનું કર્યું રેસ્ક્યૂ

AMCના દાવા પાણીમાં! છારાનગરમાં લોકો પાણીમાં ફસાયા, ફાયર વિભાગે 11 લોકોનું કર્યું રેસ્ક્યૂ

Sabarmati Chharanagar Rescue: અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરની વરસાદી પૂર્વ તૈયારીના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. સાબરમતી વિસ્તારના છારાનગર-રબારીવાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા અને અંતે ફાયર વિભાગને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડ્યું. ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને કુલ 11...

Rupin Bakraniya