Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે યુવક ફસાયો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિશાલ આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક યુવક ચોથા માળે ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સફાઈ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા યુવકને બચાવવા ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અડધા કલાકની જહેમત બાદ તેને સહીસલામત નીચે ઉતાર્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 11:24 AM IST
સુરતમાં શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે યુવક ફસાયો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુસુરતમાં શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે યુવક ફસાયો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

સુરત સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિશાલ આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક યુવક ચોથા માળે ફસાઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, સફાઈ કામ માટે આવેલો યુવક કોમ્પ્લેક્સની બહારની દિવાલની સાઈડમાં સફાઈ કરવા ગયો હતો. જોકે, કામ પૂર્ણ થયા બાદ તે પરત ફરી શક્યો નહોતો અને ચોથા માળે જ ફસાઈ ગયો હતો.

યુવક ફસાઈ ગયો હોવાની જાણ થતાં ફાયર ઓફિસર વાનખેડે સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. યુવક સુધી સુરક્ષિત રીતે પહોંચવા માટે ફાયર વિભાગ દ્વારા ટર્ન ટેબલ લેડર મંગાવવામાં આવી હતી.

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોમ્પ્લેક્સના કાચ તોડીને ફાયર કર્મચારીઓ યુવક સુધી પહોંચ્યા હતા અને તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં સફળતા મેળવી હતી.

લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સમગ્ર ઘટનામાં યુવકને કોઈ ઈજા પહોંચી નહોતી, જેને કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.