Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં ઓલપાડના ડભારી ગામે SMCના દરોડા, 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; 4 આરોપીની ધરપકડ

Surat SMC Raid: સુરતમાં SMCએ દરોડા પાડ્યા હતા અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ત્યારે ઘટનાસ્થળેથી ₹13.37 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 26 Jun 2026 08:32 PM IST
સુરતમાં ઓલપાડના ડભારી ગામે SMCના દરોડા, 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; 4 આરોપીની ધરપકડસુરતમાં ઓલપાડના ડભારી ગામે SMCના દરોડા, 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; 4 આરોપીની ધરપકડ

Surat SMC Raid: સુરતમાં SMCએ દરોડા પાડ્યા હતા અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ત્યારે ઘટનાસ્થળેથી ₹13.37 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓલપાડના ડભારી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન પોલીસે અંદાજે 2,944 લિટર દેશી દારૂ (કિંમત ₹6,07,200) ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત 27,200 લિટર દેશી દારૂ બનાવવા માટેનો વોશ (કિંમત ₹6,80,000) તેમજ એક વાહન (કિંમત ₹30,000) સહિત કુલ ₹13,37,131નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સાથે જ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આરોપી દીપકકુમાર બલ્લુભાઈ હાથીસા, ચેતનકુમાર એમ. પટેલ, શશિકાંત કે. પટેલ, અરવિંદભાઈ જે. પટેલની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 8 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.