Get News Alerts

Never miss breaking news updates.

સુરતની હોટેલમાં ઝેરી દવા ગટગટાવવાનો મામલો, પત્ની બાદ સારવાર દરમિયાન પતિનું મોત

Surat Crime News: સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઝેરી દવા ગટગટાવી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અગાઉ પત્ની માનસીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે સારવાર હેઠળ રહેલા પતિ અભયનું પણ મોત થયું છે.
Admin
AdminUpdated on: 24 Jun 2026 11:53 AM IST
સુરતની હોટેલમાં ઝેરી દવા ગટગટાવવાનો મામલો, પત્ની બાદ સારવાર દરમિયાન પતિનું મોતસુરતની હોટેલમાં ઝેરી દવા ગટગટાવવાનો મામલો, પત્ની બાદ સારવાર દરમિયાન પતિનું મોત

Surat Crime News: સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઝેરી દવા ગટગટાવી દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અગાઉ પત્ની માનસીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે સારવાર હેઠળ રહેલા પતિ અભયનું પણ મોત થયું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંતિમ પગલું ભરતા પહેલાં માનસી અને અભયે પરિવારજનોને મોબાઇલ ફોન પર મેસેજ મોકલ્યો હતો. બંનેએ અગાઉ કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ બંનેના પરિવારજનો પણ લગ્ન માટે સંમત થઈ ગયા હતા. જો કે, મૃતક માનસીના પિતા લગ્નની તારીખ સતત લંબાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોબાઇલ મેસેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

શું હતો મામલો?
પતિ-પત્નીએ હોટલનો રૂમ ભાડે રાખ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનામાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકની હાલત ગંભીર બનતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, બંનેએ આશરે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, કયા કારણોસર બંનેએ આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.