સુરતમાં હિટ એન્ડ રનઃ 22 વર્ષીય કોલેજિયન સ્નેહાનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર
સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં 22 વર્ષીય કોલેજિયન સ્નેહા ઘોરીનું મોત થયું છે. ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જઈ રહેલી સ્નેહાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
Rahul Desai

ફાઈલ ફોટો

સુરત: સુરતમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જઈ રહેલી 22 વર્ષીય સ્નેહા ઘોરીને નવી સિવિલ હોસ્પિટલના બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતાં સ્નેહા રસ્તા પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ સ્નેહાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક સ્નેહા સાઈકોલોજીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.