Get News Alerts

Never miss breaking news updates.

સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી, ઇંટના નામે ઓનલાઇન છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

Surat News: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ફેસબુક પર ઇંટોના વેચાણની ખોટી જાહેરાતો આપી લોકોને ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનાવતા એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ નરેન્દ્રભાઈ ઉર્ફે જ્ઞાનપ્રકાશ ઉર્ફે શિવમ સારશ્વત તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે.
Admin
AdminUpdated on: 05 Jul 2026 07:59 PM IST
સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી, ઇંટના નામે ઓનલાઇન છેતરપિંડી કરતો આરોપી ઝડપાયોસુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી, ઇંટના નામે ઓનલાઇન છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

Surat News: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ફેસબુક પર ઇંટોના વેચાણની ખોટી જાહેરાતો આપી લોકોને ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનાવતા એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ નરેન્દ્રભાઈ ઉર્ફે જ્ઞાનપ્રકાશ ઉર્ફે શિવમ સારશ્વત તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે.

પોલીસ તપાસ મુજબ, આરોપી ફેસબુક પર સસ્તા ભાવે ઇંટો આપવાની લાલચ આપતી જાહેરાતો મૂકી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો. ડુમસ વિસ્તારના એક ફરિયાદી પાસેથી ઇંટોના ઓર્ડરના બહાને રૂ. 36,900 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા બાદ તેણે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી છેતરપીંડી આચરી હતી.

આ બનાવ અંગે ડુમસ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આરોપી વર્ષ 2021થી આ પ્રકારની ઓનલાઇન છેતરપીંડીમાં સંડોવાયેલો હતો. તે પોતાની ઓળખ છુપાવવા માટે ખોટા નામે ફેસબુક એકાઉન્ટ બનાવતો તેમજ અન્ય લોકોના નામે મેળવેલા સિમકાર્ડ અને બેંક ખાતાઓનો ઉપયોગ કરતો હતો.

આરોપી ફેસબુક પર ઇંટ, રેતી અને કપચી સહિતના બાંધકામના માલની આકર્ષક જાહેરાતો મૂકી ગ્રાહકો પાસેથી એડવાન્સ રૂપિયા વસૂલતો હતો. ત્યારબાદ ભઠ્ઠા માલિકોને કોઈ ચૂકવણી કર્યા વગર રૂપિયા રોકડમાં ઉપાડી લેતો અને પોતાનો મોબાઇલ નંબર બંધ કરીને ગાયબ થઈ જતો હતો.

પોલીસ તપાસમાં આરોપી સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી પાંચ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર પણ તેની સામે ઓનલાઇન છેતરપીંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ક્રાઇમ સેલ હાલ આરોપીના સમગ્ર નેટવર્ક, બેંક એકાઉન્ટ, સિમકાર્ડ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.