રિલાયન્સ ફાઉન્ડેશન–અક્ષયપાત્રની પહેલને જામનગર કલેક્ટરે બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ મળે છે પૌષ્ટિક ભોજન

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ અને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સંચાલિત શ્રી PM પોષણ મધ્યાહ્ન ભોજન યોજનાના મેગા કિચનની જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મેગા કિચનની સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સમગ્ર સંચાલન વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આ કામગીરીને સરાહનીય ગણાવી પ્રશંસા કરી હતી.
Growth Now News
Growth Now News
રિલાયન્સ ફાઉન્ડેશન–અક્ષયપાત્રની પહેલને જામનગર કલેક્ટરે બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ મળે છે પૌષ્ટિક ભોજનરિલાયન્સ ફાઉન્ડેશન–અક્ષયપાત્રની પહેલને જામનગર કલેક્ટરે બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ મળે છે પૌષ્ટિક ભોજન

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ અને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સંચાલિત શ્રી PM પોષણ મધ્યાહ્ન ભોજન યોજનાના મેગા કિચનની જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મેગા કિચનની સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સમગ્ર સંચાલન વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આ કામગીરીને સરાહનીય ગણાવી પ્રશંસા કરી હતી.

રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક સરકારી તંત્ર સાથે સંયુક્ત રીતે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. આ અંતર્ગત જામનગર શહેર, જામનગર તાલુકા અને લાલપુર તાલુકાની કુલ 143 સરકારી પ્રાથમિક શાળાના આશરે 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ પોષણયુક્ત અને ગુણવત્તાસભર મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે.

મેગા કિચનના નિર્માણ માટે જામનગર મહાનગરપાલિકાએ મહાપ્રભુજીની બેઠક નજીક વિશાળ જગ્યા ફાળવી હતી. જ્યારે રિલાયન્સ દ્વારા મેગા કિચનના નિર્માણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈના સાધનો અને ભોજન વિતરણ માટેના વાહનો સહિતની વ્યવસ્થા માટે ₹10 કરોડની મૂડી સહાય આપવામાં આવી છે. ઉપરાંત, યોજના સતત કાર્યરત રહે તે માટે દર વર્ષે ₹3.25 કરોડની રિકરિંગ સહાય પણ આપવામાં આવે છે.

વર્ષ 2022થી અત્યાર સુધીમાં મેગા કિચન મારફતે 1.91 કરોડથી વધુ વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન પહોંચાડવામાં આવ્યું છે. કલેક્ટર પરિમલ પંડ્યાએ આ સમાજલક્ષી કાર્ય બદલ અક્ષયપાત્ર સંસ્થા, રિલાયન્સ ફાઉન્ડેશન અને ધનરાજ નથવાણીને અભિનંદન પાઠવ્યા હતા.