
Jamnagar City Survey Office Inspection: શહેરની સિટી સર્વે કચેરીઓમાં તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. કલેક્ટરના આદેશથી લાલપુર પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ કરવામાં આવેલી આ તપાસનો મુખ્ય હેતુ...

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ અને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સંચાલિત શ્રી PM પોષણ મધ્યાહ્ન ભોજન યોજનાના મેગા કિચનની જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મેગા કિચનની સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સમગ્ર સંચાલન વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આ કામગીરીને સરાહનીય ગણાવી પ્રશંસા કરી હતી.

અબોલ જીવો પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા અને પ્રાણી કલ્યાણને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કારોબારી બેઠકમાં ‘ગ્લૂ ટ્રેપ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.