Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના યાજ્ઞિક રોડ પર વૃદ્ધ કાર ચાલકનો કહેર, અનેક બાઈકને અડફેટે લેતા હોબાળો

રાજકોટના વ્યસ્ત યાજ્ઞિક રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે અનેક બાઈકને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. જોકે સ્થાનિકો અને ઘવાયેલા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી દીધો હતો. ઘટનાના કારણે યાજ્ઞિક રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 11:40 AM IST
રાજકોટના યાજ્ઞિક રોડ પર વૃદ્ધ કાર ચાલકનો કહેર, અનેક બાઈકને અડફેટે લેતા હોબાળોરાજકોટના યાજ્ઞિક રોડ પર વૃદ્ધ કાર ચાલકનો કહેર, અનેક બાઈકને અડફેટે લેતા હોબાળો

રાજકોટ રાજકોટ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત યાજ્ઞિક રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે અનેક બાઈકને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે સ્થળ પર ઊભા રહેવાને બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અકસ્માતમાં ઘવાયેલા લોકો અને સ્થાનિકોએ કારનો પીછો કરી ચાલકને ઝડપી પાડ્યો હતો.

ઘટનાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત અને ત્યારબાદ સર્જાયેલા હોબાળાના કારણે યાજ્ઞિક રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અકસ્માત બાદની પરિસ્થિતિ અને લોકોનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધ: અકસ્માતના કારણો અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.