રાજકોટમાં બેકાબૂ વર્ના કારનો આતંક! બે વાહનોને અડફેટે લીધા



રાજકોટમાં બેકાબૂ વર્ના કારનો આતંક! બે વાહનોને અડફેટે લીધા



રાજકોટ રાજકોટના વ્યસ્ત રૈયા રોડ વિસ્તારમાં એક બેકાબૂ વર્ના કારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલી કારએ રસ્તા પર જઈ રહેલા સ્કૂટર સહિત બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ કારચાલકે સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ ઝડપના કારણે કાર સ્પીડબ્રેકર પર જોરથી ઠેકાઈ હતી. જેના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અને વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારની બેદરકાર અને જોખમી ડ્રાઈવિંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર કાર એક સગીર ચલાવી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
ઘટનાએ શહેરમાં ફરી એકવાર ઓવરસ્પીડિંગ અને સગીરો દ્વારા વાહન ચલાવવાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.




