Get News Alerts

Never miss breaking news updates.

ઓર્ડર મોડો મળતા બે યુવકો વચ્ચે બબાલ, રાજકોટના લોધાવાડ ચોક પાસે મારામારીના CCTV સામે આવ્યા

રાજકોટમાં એક સામાન્ય વાત ઉપર બે લોકો વચ્ચે મારમારીનો બનાવ સામે આવ્યો હતો. લારી ઉર ઓર્ડર મોડી આવતા બે લોકો રસ્તા ઉપર ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝગડો એટલો વધી ગયો કે મારામારી સર્જાઈ હતી. જેના કારણે આસપાસના લોકોએ બંન્ને લોકોને શાંત પાડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 11:26 AM IST
ઓર્ડર મોડો મળતા બે યુવકો વચ્ચે બબાલ, રાજકોટના લોધાવાડ ચોક પાસે મારામારીના CCTV સામે આવ્યાઓર્ડર મોડો મળતા બે યુવકો વચ્ચે બબાલ, રાજકોટના લોધાવાડ ચોક પાસે મારામારીના CCTV સામે આવ્યા

રાજકોટ: શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલા લોધાવાડ ચોક નજીક નાસ્તાની લારી પર ઓર્ડર મોડો આપવા બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, નાસ્તાની લારી પર ઓર્ડર આપવામાં વિલંબ થતાં બંને યુવકો વચ્ચે તકરાર શરૂ થઈ હતી. વાત વધતા બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા અને જાહેર માર્ગ પર જ ધક્કામુક્કી તથા મારામારીના દૃશ્યો સર્જાયા હતા.

ઘટનાની સમગ્ર ઝપાઝપી નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં બંને યુવકો વચ્ચે થયેલી હિંસક અથડામણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સક્રિય બની હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા યુવકોની ઓળખ મેળવવા તેમજ ઘટનાની હકીકત જાણવા કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં જાહેર સ્થળોએ નાની-નાની બાબતોને લઈને વધી રહેલી મારામારીની ઘટનાઓને લઈને લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.