
રાજકોટના ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી હોટલમાં થયેલા કિચન બ્લાસ્ટે એક પરિવારનો એકમાત્ર સહારો છીનવી લીધો છે. રાજસ્થાનનો અરવિંદસિંહ પરિવારનું ગુજરાન ચલાવવા અને પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી ઉઠાવવા માટે સાત મહિના પહેલા રાજકોટ નોકરી કરવા આવ્યો હતો. પરંતુ કિચનમાં થયેલા અચાનક બ્લાસ્ટમાં તેનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

રાજકોટમાં એક સામાન્ય વાત ઉપર બે લોકો વચ્ચે મારમારીનો બનાવ સામે આવ્યો હતો. લારી ઉર ઓર્ડર મોડી આવતા બે લોકો રસ્તા ઉપર ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝગડો એટલો વધી ગયો કે મારામારી સર્જાઈ હતી. જેના કારણે આસપાસના લોકોએ બંન્ને લોકોને શાંત પાડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.