રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી, 26 કિમીના માર્ગ પર ભક્તિમય માહોલ


રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી, 26 કિમીના માર્ગ પર ભક્તિમય માહોલ


રાજકોટ: આષાઢી બીજના પાવન અવસરે રાજકોટમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહભેર યોજાઈ હતી. મોકાજી સર્કલ ખાતે આવેલા શ્રી જગન્નાથ મંદિરેથી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના બાદ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર 'જય જગન્નાથ'ના જયઘોષ વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા પણ રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
આ વર્ષે રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી અંદાજે 26 કિલોમીટરનો પ્રવાસ કરશે અને સાંજ સુધી વિવિધ વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપશે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ શકે.




