આષાઢી બીજના પાવન અવસરે રાજકોટમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે નીકળી હતી. મોકાજી સર્કલ સ્થિત જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરેલી 26 કિલોમીટર લાંબી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જ્યારે સુરક્ષા માટે શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.