Get News Alerts

Never miss breaking news updates.

PM કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર, ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને ₹1025 કરોડની સહાય

PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 23મા હપ્તાની સહાય આજે જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાની રકમ રિલીઝ કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 20 Jun 2026 05:00 PM IST
PM કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર, ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને ₹1025 કરોડની સહાયPM કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર, ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને ₹1025 કરોડની સહાય

PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 23મા હપ્તાની સહાય આજે જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાની રકમ રિલીઝ કરવામાં આવી હતી.

ગુજરાતમાં આ પ્રસંગે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત ટાઉનહોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

23મા હપ્તા હેઠળ દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે રૂ. 18,880 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. તેમાં ગુજરાતના 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1025 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા થશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 23,083 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. યોજનાના માધ્યમથી ખેડૂતોને આર્થિક સહારો મળી રહ્યો છે અને કૃષિ ક્ષેત્રને મજબૂતી મળી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.