Gujarat: ગુજરાતની 15 લાખથી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર! જુઓ VIDEO

Gujarat: ગુજરાતની 15.04 લાખથી વધુ મહિલાઓ એગ્રી-ન્યુટ્રી ગાર્ડન યોજના હેઠળ ઘરઆંગણે શાકભાજી ઉગાડી બચત અને વધારાની આવક મેળવી રહી છે.
Nancy Shukal
Nancy Shukal

Gujarat: ગુજરાતમાં એગ્રી-ન્યુટ્રી ગાર્ડન યોજના મહિલાઓ માટે બચત અને આવકનું નવું માધ્યમ બની રહી છે. રાજ્યની 15.04 લાખથી વધુ મહિલાઓ ઘરઆંગણે જ ટામેટાં, મરચાં, ભીંડા અને મેથી સહિતના શાકભાજી ઉગાડી રહી છે. આ પહેલથી પરિવારોને તાજાં અને પોષણયુક્ત શાકભાજી મળી રહ્યાં છે, સાથે બજારમાંથી શાકભાજી ખરીદવાનો ખર્ચ પણ ઘટી રહ્યો છે. એટલું જ નહીં, ઘરવપરાશ બાદ વધારાનું ઉત્પાદન વેચીને મહિલાઓ વધારાની આવક પણ મેળવી રહી છે. મોંઘવારીના સમયમાં આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની રહી છે.