
Gujarat: ગુજરાતની 15.04 લાખથી વધુ મહિલાઓ એગ્રી-ન્યુટ્રી ગાર્ડન યોજના હેઠળ ઘરઆંગણે શાકભાજી ઉગાડી બચત અને વધારાની આવક મેળવી રહી છે.

પશુપાલનની પરંપરાગત જવાબદારી સંભાળતી ગ્રામીણ મહિલાઓ હવે સહકારી ડેરી ક્ષેત્રનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહી છે. ગુજરાતમાં મહિલા સંચાલિત દૂધ મંડળીઓની સંખ્યા ૨૧ ટકાના વધારા સાથે 4562 પર પહોંચી ગઈ છે, જે વાર્ષિક ₹ 6000 કરોડથી વધુના કારોબારનો કુશળ વહીવટ કરી રહી છે.